Site Navigation:
 
 

6. પાવર વપરાશકર્તાઓ માટે લક્ષણો અને સુધારાઓ

6.1. સર્વર સાધનો

આ વિભાગ Fedora 10 માં વિવિધ GUI સર્વર અને સિસ્ટમ રૂપરેખાંકન સાધનોના ફેરફારો અને ઉમેરાઓ પ્રકાશિત કરે છે.

6.1.1. પહેલી મદદ કિટ

Firstaidkit એ સંપૂર્ણપણે ઓટોમેટ કરવામાં આવેલ રીકવરી કાર્યક્રમ છે કે જે ઉપસિસ્ટમની પુનઃપ્રાપ્તિ ટેક્નિકલ અને બિન-ટેક્નિકલ વપરાશકર્તાઓ માટે ઝડપથી કરે છે. Firstaidkit એ સમસ્યાઓ આપોઆપ સુધારવા માટે રચાયેલ છે જ્યારે વપરાશકર્તા માહિતી સંકલિતતા જાળવવા પર ફોકસ કરી રહ્યા હોય. તે રીસ્ક્યુ સ્થિતિમાં ઉપલબ્ધ છે, Fedora Live CD પર, અને ચાલી રહેલ સિસ્ટમો પર.

6.2. ફાઈલ સિસ્ટમો

6.2.1. eCryptfs

Fedora 10 એ એનક્રિપ્ટ થયેલ ફાઈલ સિસ્ટમ પર બીલ્ડ થાય છે કે જે Fedora 9 માં આવેલ હોય છે, અને ઘણી બધી સમસ્યાઓ સુધારે છે કે જેઓ માહિતી ભંગાણમાં પરિણમી શકી હોય.

6.2.2. EXT4

Fedora 9 એ ext4 આધારના પૂર્વદર્શનનું લક્ષણ આપ્યું છે. Fedora 10 એ સંપૂર્ણપણે ext4-સુસંગત e2fsprogs પણ લઈ આવે છે. વધુમાં, Anaconda પાર્ટીશન સ્ક્રીન પાસે ext4 ફાઈલ સિસ્ટમ વિકલ્પ ઉપલબ્ધ છે જો તમે સ્થાપકને ext4 વિકલ્પ સાથે બુટ પ્રોમ્પ્ટ આગળ શરૂ કરો. Fedora 10 એ ext4 માટે વિલંબિત ફાળવણીઓનો પણ સમાવેશ કરે છે. છતાંય, Fedora 10 માં ext4 વર્તમાનમાં 16 TiB કરતાં મોટી ફાઈલ સિસ્ટમોને આધાર આપતી નથી.

6.2.3. XFS

XFS એ હવે આધારભૂત ફાઈલ સિસ્ટમ છે અને Anaconda ની પાર્ટીશન સ્ક્રીનમાંનો વિકલ્પ છે.