Site Navigation:
 
 

4. ડેસ્કટોપ વપરાશકર્તાઓ માટે નવું શું છે

4.1. Fedora ડેસ્કટોપ

આ વિભાગ માહિતીઓ નાં બદલાવો કે જે Fedora ગ્રાફીકલ ડેસ્કટોપ વપરાશકર્તાઓને અસર કરે છે.

4.1.1. સારો વેબકેમ આધાર

વેબકેમો માટે સુધારેલ આધાર સાથે Fedora 10 આવે છે.

આ આધાર Fedora 9 માં પરિચયમાં આવેલ UVC ડ્રાઈવર પરના પ્રથમ સુધારાઓને અનુસરે છે કે જેણે Windows Vista સુસંગત લોગો સાથે કોઈપણ વેબકેમ માટે આધાર ઉમેર્યો છે. Fedora 10 gspca ની નવી V4L2 આવૃત્તિનું લક્ષણ આપે છે, ઘણા બધા વિવિધ USB વેબકેમ બ્રીજ અને સેન્સરો માટે એક USB વેબકેમ ડ્રાઈવર ફ્રેમવર્ક.

વેબકેમ માટે વપરાશકર્તાજગ્યા આધાર પણ libv4l ઉમેરીને અને libv4l વાપરવા માટે કાર્યક્રમો વાપરીને બધા વેબકેમ સુધારીને સુધારવામાં આવ્યો છે. આ આધાર આ કાર્યક્રમોને ઉત્પાદક લગતા કાર્યક્રમો સમજવા માટે બનાવે છે અને ઘણા વેબકેમો દ્વારા મોકલવામાં આવેલ વૈવિધ્યપૂર્ણ વીડિયો બંધારણો મોકલતું બનાવે છે, ખાસ કરીને gspca દ્વારા આધારભૂત વેબકેમોમાંના ઘણાબધા દ્વારા.

બધા વેબકેમો અને કાર્યક્રમોની યાદી માટે કે જ્યાં Fedora 10 નો નવો વેબકેમ આધાર ચકાસવામાં આવેલ છે તે માટે https://fedoraproject.org/wiki/Features/BetterWebcamSupport નો સંદર્ભ લો. gspca ની મૂળ આવૃત્તિ દ્વારા આધારભૂત બધા વેબકેમોની યાદી માટે મૂળભ gspca વેબસાઈટનો સંદર્ભ લો.

http://mxhaard.free.fr/spca5xx.html

Fedora 10 માં gspca ની V4L2 આવૃત્તિ આ બધા વેબકેમ અને ઘણુંને આધાર આપે છે.

4.1.2. Plymouth ગ્રાફિકલ બુટ

Section 2.6, “Fedora 10 બુટ-સમય” પર નવા ગ્રાફીકલ બુટ સ્થિતિ વિશે જાણકારી માટે.

4.1.3. ઇન્ફ્રારેડ દૂરસ્થ આધાર

LIRC પ્રોટોકોલને આધાર આપતા કાર્યક્રમો વાપરવા માટે તેને રૂપરેખાંકિત કરવા માટેના નવા ગ્રાફિકવાળા-અંત સાથેનું Fedora 10 માટે નવું gnome-lirc-properties પેકેજ છે. વધુ જાણકારી માટે Section 4.1.3, “ઇન્ફ્રારેડ દૂરસ્થ આધાર” નો સંદર્ભ લો.

LIRC એ ઈન્ફ્રારેડ રીમોટ કંટ્રોલ માટે મલ્ટીમીડિયા કાર્યક્રમોમાં નિત્ય વપરાશ માટે અમલમાં મૂકવામાં આવેલ છે, અને તેને Rhythmbox અને Totem માં વાપરવાનું એટલું જ સરળ છે જેટલું તમારા કમ્પ્યૂટરમાં રીમોટ રીસીવર નાંખવાનું, પછી આપોઆપ-શોધો ને ઈન્ફ્રારેડ રીમોટ કંટ્રોલ પસંદગીઓમાં પસંદ કરવાનું કામ કરશે. વધુ જાણકારી માટે લક્ષણ પાનાંનો સંદર્ભ લો:

https://fedoraproject.org/wiki/Features/BetterLIRCSupport

4.1.4. બ્લુટુથ BlueZ 4.0

Bluetooth આધાર સ્ટેક, BlueZ (http://www.bluez.org) તરીકે ઓળખાય છે, તે આવૃત્તિ 4.x માં Fedora 10 માં સુધારવામાં આવેલ છે. આ આવૃત્તિમાંના મોટા ભાગના ફેરફારો કાર્યક્રમ વિકાસકર્તાઓ માટે ઉપયોગી છે, પરંતુ વપરાશકર્તાઓ કીબોર્ડ, માઉસ, અને અન્ય આધારભૂત Bluetooth ઉપકરણો સુયોજીત કરવા માટે નવું, સરળ વિઝાર્ડ જોઈ શકે છે. મોટા ભાગના એકદમ નવા લેપટોપ પર પસંદગીઓમાંથી Bluetooth બંધ કરવાની સેવા પણ હોય છે. આ નવી આવૃત્તિ ભવિષ્યમાં, PulseAudio મારફતે ઓડિયો ઉપકરણો માટે વધુ સારા આધારની પણ પરવાનગી આપશે.

નોંધ કરો કે મૂળભૂત Bluetooth કર્નલ ડ્રાઈવર એ btusb માં પણ સ્વીચ થયેલ હતું, કે જે પાવરનો વપરાશ તેના પહેલાંના hci_usb કરતાં ઘટાડે છે.

4.1.5. GNOME

આ પ્રકાશન GNOME 2.24 નાં ગુણધર્મો છે. વધારે માહિતીઓ માટે આનો સંદર્ભ લો:

http://www.gnome.org/start/2.24/

4.1.5.1. Empathy તુરંત સંદેશાવાહક

Empathy તુરંત સંદેશાવાહક એ આ પ્રકાશનમાં ઉપલબ્ધ છે. તેને IRC, XMPP (Jabber), Yahoo, MSN, અને અન્યનો પ્લગઈનો મારફતે વિવિધ પ્રોટોકોલનો પણ આધાર છે. તે XMPP પ્રોટોકોલમાં વીડિયો અને અવાજનો પણ આધાર આપે છે, સક્રિય વિકાસ હેઠળ અન્ય પ્રોટોકોલ માટેનો આધાર પણ આપે છે. Empathy એ telepathy ફ્રેમવર્ક વાપરે છે કે જેને ઘણા વધારાના પ્લગઈનો છે:

  • telepathy-gabble - Jabber/XMPP પ્લગઇન

  • telepathy-idle - IRC પ્લગઇન

  • telepathy-butterfly - MSN પ્લગઇન

  • telepathy-sofiasip - SIP પ્લગઇન

  • telepathy-haze - Libpurple (Pidgin) લાઈબ્રેરી જોડાણ વ્યવસ્થાપક Yahoo જેવા અન્ય પ્રોટોકોલ માટે પણ આધાર આપે છે

Pidgin એ Fedora સોફ્ટવેર રીપોઝીટરીમાં ઉપલબ્ધ રહેવાનું ચાલુ રહેશે અને તે વપરાશકર્તાઓ માટે પહેલાંના Fedora પ્રકાશનોમાંથી સુધારો કરવા પર મૂળભૂત રીતે પ્રાપ્ત થાય છે.

4.1.5.2. GNOME દેખાવ વ્યવસ્થાપક

GNOME Display Manager (gdm) એ તાજેતરના અપસ્ટ્રીમ કોડમાં સુધારાઈ ગયેલ છે, કે જે Fedora વિકાસકર્તાઓ દ્વારા દોરવામાં આવેલ સંપૂર્ણ પુનઃલેખન છે. PolicyKit એ બંધ કરવાની અને પુનઃબુટ કરવાની ક્રિયાના નિયંત્રણ માટે વાપરી શકાય છે. રૂપરેખાંકન સાધન gdmsetup વર્તમાનમાં ગુમ થયેલ છે, અને તે બદલવા માટે સુયોજીત થઈ ગયેલ છે. રૂપરેખાંકન ફેરફારો માટે, આનો સંદર્ભ લો:

http://live.gnome.org/GDM/2.22/Configuration

4.1.5.3. કોડેક સ્થાપન મદદનીશ

GStreamer કોડેક સ્થાપક મદદગાર codeina એ Fedora 10 માટે PackageKit-આધારિત ઉકેલ દ્વારા બદલાયેલ હતું. જ્યારે Totem, Rhythmbox, અથવા અન્ય GStreamer કાર્યક્રમ માટે ફિલ્મ કે ગીત વાંચવા માટે પ્લગઈન જરૂરી હો, તો PackageKit સંવાદ દેખાય છે, વપરાશકર્તાને રૂપરેખાંકિત રીપોઝીટરીઓમાં જરૂરી પેકેજ માટે શોધ કરવા માટે વપરાશકર્તાને પરવાનગી આપીને.

ગુણધર્મ પાનાં પર વધારે માહિતીઓ ઉપલ્બધ છે:

https://fedoraproject.org/wiki/Features/GStreamer_dependencies_in_RPM

4.1.6. KDE

આ પ્રકાશન KDE 4.1.2 લઈ આવે છે. kdevelop પેકેજ એ KDE 4.1 નો ભાગ નથી અને kdewebdev એ KDE 4.1 માં અંશતઃ રીતે જ ઉપલબ્ધ છે (કોઈ Quanta નથી), આ પેકેજોની KDE 3.5.10 આવૃત્તિઓ શીપ થાય છે. રમતો સમાવતું kdegames3 પેકેજ હજુ સુધી KDE 4 માં પોર્ટ થયેલ નથી તે પણ હજુ ઉપલબ્ધ છે.

http://kde.org/announcements/announce-4.1.2.php

KDE 4.1 એ KDE 4 નું તાજેતરનું પ્રકાશન છે અને ઘણા નવા લક્ષણો પૂરા પાડે છે, ઘણા ઉપયોગીતા સુધારાઓ, અને KDE 4.0 ઉપર ભૂલસુધારાઓ, પ્રથમ KDE 4 પ્રકાશન શ્રેણીઓ. આ નવું પ્રકાશન ફોલ્ડર દેખાવ ડેસ્કટોપ એપ્લેટ (Plasmoid) સમાવે છે, Dolphin અને Konqueror અને ઘણા નવા અને સુધારાયેલ કાર્યક્રમોમાં સુધારાઓ સમાવે છે. KDE 4.1.2 એ KDE 4.1 પ્રકાશન શ્રેણીઓમાંથી ભૂલસુધારા પ્રકાશન છે.

Fedora 10 એ લીગસી KDE 3 ડેસ્કટોપ સમાવતું નથી. તે સુસંગત KDE 3 વિકાસ પ્લેટફોર્મ સમાવતું નથી, કે જે KDE 3 કાર્યક્રમોને KDE 4 માં અથવા અન્ય કોઈપણ ડેસ્કટોપ પર્યાવરણમાં બનાવવા અને ચલાવવા માટે વાપરી શકાય છે. શું સમાવવામાં આવેલ છે તેના વિશે વધુ વિગતો માટે વિભાગ 7.6, “KDE 3 વિકાસ પ્લેટફોર્મ અને લાઇબ્રેરીઓ” વિભાગનો સંદર્ભ લો.

Fedora 10 એ knetworkmanager નો સ્નેપશોટ સમાવે છે, કે જે Fedora 10 માં NetworkManager 0.7 ના પૂર્વપ્રકાશન સાથે કામ કરે છે. તે ઉત્પાદન વપરાશ માટે તૈયાર નહિં સમજવામાં આવ્યું હોવાના કારણે, KDE Live ઈમેજો nm-applet ને તેની જગ્યાએ NetworkManager-gnome માંથી વાપરે છે (Fedora 8 અને 9 ની જેમ). gnome-keyring-daemon સેવા આ એનક્રિપ્શન ટેક્નોલોજીઓ માટે પાસવર્ડો સંગ્રહે છે. જો તમે knetworkmanager નો પ્રયાસ કરવા ઈચ્છો, તો તે રીપોઝીટરીમાંથી સ્થાપિત કરી શકાય છે.

નેટીવ KWin વિન્ડો વ્યવસ્થાપક હવે વૈકલ્પિક રીતે કમ્પોઝીટીંગ અને ડેસ્કટોપ અસરોને આધાર આપે છે, KDE Live ઈમેજો હવેથી Compiz/Beryl (Fedora 9 વખતથી) સમાવેશ કરતી નથી. KWin કમ્પોઝીટીંગ/અસરો સ્થિતિ એ મૂળભૂત રીતે નિષ્ક્રિય કરવામાં આવેલ છે, પરંતુ systemsettings માં સક્રિય કરી શકાય છે. Compiz (KDE 4 સંકલન સાથે) એ compiz-kde પેકેજને રીપોઝીટરીમાંથી સ્થાપિત કર્યા પછી ઉપલબ્ધ બનાવી શકાય છે.

4.1.6.1. ઉન્નત્તિકરણો
  • Plasma એ વધુ સમજુ છે અને પેનલ રૂપરેખાંકન વિસ્તૃત કરવામાં આવેલ છે. નવા પેનલ નિયંત્રકો સીધો દેખીતો અભિપ્રાય પૂરો પાડતી તમારી પેનલ વૈવિધ્યપૂર્ણ બનાવવાનું સરળ બનાવે છે.Plasma folderview એપ્લેટ ડિરેક્ટરીનો દેખાવ પૂરો પાડે છે અને તેથી તમને ડેસ્કટોપ પર ફાઈલો સંગ્રહવા માટે પરવાનગી આપે ચે. તે ડેસ્કટોપ પર અન્ય જાણીતા ચિહ્નોને બદલી નાંખે છે.

4.1.6.2. પેકેજ અને કાર્યક્રમ બદલાવો
  • Fedora 10 એ kdepim 4.1.2 ને 3.5.x ની જગ્યાએ લાવે છે.

  • kdegraphics પેકેજ માં KDE 4 આવૃત્તિઓ દ્દારા libkipi, libkexiv2, અને libkdcraw ને અપ્રચલિત કરી દેવામાં આવ્યુ છે. તદઅનુસાર, kipi-plugins, digikam, અને kphotoalbum KDE 4 આવૃત્તિઓમાં સુધારી દેવામાં આવ્યુ છે.

  • kpackagekit, PackageKit નું એક KDE અગ્ર અંત, એ હવે ઉપલબ્ધ છે. (તે Fedora 9 માટે પછીના સમયે સુધારા તરીકે ઉપલબ્ધ કરવામાં આવશે.)

વધુમાં, Fedora 9 પ્રકાશનથીનીચેના ફેરફારો કરવામાં આવેલ છે, કે જેઓ Fedora 9 સુધારાઓમાં પાછાપોર્ટ કરવામાં આવેલ છે, તેઓ Fedora 10 નો ભાગ પણ છે:

  • આવૃત્તિ 4.0.3 થી 4.1.2 માંથી KDE ને સુધારી દેવામાં આવી છે.

  • 4.3 થી 4.4 qt અને PyQt4 સુધારો કરી દેવામાં આવ્યો છે.

  • kdewebdev, kdevelop, kdegames3, અને KDE 3 પાછળની આવૃત્તિઓની-સુસંગતતા લાઈબ્રેરીઓ KDE 3.5.9 માંથી 3.5.10 માં સુધારાઈ ગયેલ છે.

  • QtWebKit એ હવે qt પેકેજનો ભાગ છે. એકલું WebKit-qt પેકેજ દૂર કરવામાં આવેલ છે.

  • નવું પેકેજ qgtkstyle એ Qt 4 શૈલી વાપરે છે દોરવા માટે GTK+ વાપરે છે, Qt 4 અને KDE 4 કાર્યક્રમોનો જીનોમમાં વધુ સારું સંકલન પૂરું પાડીને.

  • phonon લાઈબ્રેરી, કે જે Fedora 9 માં kdelibs નો ભાગ હતો, તે હવે અલગ પેકેજ છે. વૈકલ્પિક GStreamer બેકેન્ડ (phonon-backend-gstreamer) એ હવે ઉપલબ્ધ છે, પરંતુ xine-lib બેકેન્ડ, કે જે હવે phonon-backend-xine તરીકે પેકેજ થયેલ છે, એ હજુ પણ મૂળભૂત બેકેન્ડ તરીકે આગ્રહણીય છે અને એ હવે phonon પેકેજ દ્વારા જરૂરી છે.

  • kdegames3 પેકેજ હવેથી libkdegames ની KDE3 આવૃત્તિ માટે વિકાસ આધાર પૂરો પાડતું નથી કારણ કે Fedora માં કંઈપણ kdegames3 ની બહાર નથી જેને પોતાને જરૂર હોય છે કે તે લાઈબ્રેરી હવે રહેતી નથી.

  • પેકેજ okteta એ હવે kdeutils નો ભાગ છે.

  • પેકેજ dragonplayer એ હવે kdemultimedia નો ભાગ છે.

  • પ્રક્રિયા kaider ને Lokalize થી પુન:નામ આપી દેવામાં આવ્યુ છે અને તે હવે kdesdk નો ભાગ છે.

  • પેકેજ ksirk KDE 4 માં પોર્ટ કરી દેવામાં આવ્યુ છે અને હવેkdegames નો ભાગ છે.

  • kdeplasma-addons થી પેકેજ extragear-plasma ને ફરી નામ કરી દેવામાં આવ્યુ છે.

4.1.7. LXDE

Fedora નું આ પ્રકાશન LXDE નામવાળા વધારાના ડેસ્કટોપ પર્યાવરણ સાથે આવે છે. LXDE એ નવો પ્રોજેક્ટ છે કે જે હલકું, ઝડપી ડેસ્કટોપ પર્યાવરણ પૂરું પાડે છે કે જે સ્રોત વપરાશ નીચે રાખવા માટે પૂરતું ઉપયોગી અને પાતળું રહે એ રીતે રચાયેલ છે. LXDE પર્યાવરણ સ્થાપિત કરવા માટે, સોફ્ટવેર ઉમેરો/દૂર કરો સાધન વાપરો અથવા આ આદેશ ચલાવો:

su -c 'yum groupinstall LXDE'

જો તમારે માત્ર LXDE નો આધાર કમ્પોનન્ટની જરૂર હોય, તો lxde-common પેકેજ સ્થાપિત કરો:

su -c 'yum install lxde-common'

4.1.8. Sugar ડેસ્કટોપ

Sugar ડેસ્કટોપ OLPC શરૂઆત સાથે આવેલ છે. તે Fedora વપરાશકર્તાઓ અને વિકાસકર્તાઓને નીચેનું કરવા માટે પરવાનગી આપે છે.

  • સહયોગી પર્યાવરણ પર બાંધો.

  • Sugar ને હાલની Fedora સિસ્ટમ પર Sugar પર્યાવરણને તેમના ડિસ્પ્લે વ્યવસ્થાપકમાંથી પસંદ કરીને ચકાસો.

  • Sugar ઈન્ટરફેસ પર કામ કરવા માટે અથવા લેખન ક્રિયાઓ માટે ઈચ્છુક વિકાસકર્તાઓ પાસે XO લેપટોપની જરૂરીયાત વિનાનું વિકાસ પર્યાવરણ હોઈ શકે છે.

4.1.9. વેબ બ્રાઉઝરો

4.1.9.1. Flash પ્લગઇનને સક્રિય કરી રહ્યા છે

Fedora includes swfdec and gnash, which are free and open source implementations of Flash. We encourage you to try either of them before seeking out Adobe's proprietary Flash Player plugin software.

For instructions on installing the Flash Player under Fedora 10, refer to http://fedoraproject.org/wiki/Flash

4.1.9.2. PC બોલનાર નિષ્ક્રિય કરી રહ્યા છે

PC સ્પીકર મૂળભૂત રીતે Fedora માંસક્રિય કરવામાં આવેલ છે. જો તમે આને પ્રાધાન્ય આપો નહિં, તો ત્યાં ધ્વનિઓ પ્રસારવા માટે બે માર્ગો છે:

  • તેનો અવાજ સ્વીકૃત સ્તર સુધી ઘટાડો અથવા PC સ્પીકરને alsamixer માં PC Speak ના સુયોજનો સાથે સંપૂર્ણપણે મૂંગુ કરો.

  • PC સ્પીકર સિસ્ટમને સિસ્ટમ પ્રમાણે નિષ્ક્રિય કરો નીચેના આદેશો કન્સોલમાં ચલાવીને:

    	    su -c 'modprobe -r pcspkr' su -c 'echo "install pcspkr :" >> /etc/modprobe.conf'
    	  

4.2. નેટવર્કીંગ કરી રહ્યા છે

આ વિભાગ Fedora 10 માં નેટવર્કીંગ બદલાવો વિશે જાણકારી સમાવે છે.

4.2.1. વાયરલેસ જોડાણને વહેંચી રહ્યા છે

NetworkManager એપ્લેટ nm-applet સુધારાઈ ગયેલ છે Create New Wireless Network મેનુ વસ્તુ મારફતે વધુ સારી જોડાણ વહેંચણી પૂરી પાડવા માટે.

જોડાણ વહેંચણી એ નેટવર્ક જોડાણ અને ખાલી વાયરલેસ કાર્ડ સાથેના મશીન પર એડ-હોક WiFi નેટવર્ક સરળતાથી સુયોજીત કરવાનું શક્ય બનાવે છે. જો મશીન પાસે પ્રાથમિક નેટવર્ક જોડાણ (વાયરવાળું, 3G, ગૌણ વાયરલેસ કાર્ડ) હોય, તો રાઉટીંગ એ સુયોજીત થયેલ હોય છે કે જે ઉપકરણો ad-hoc WiFi નેટવર્ક સાથે જોડાયેલ હોય તેઓ બાહ્ય નેટવર્ક સાથે જોડાણ વહેંચી શકે છે.

જ્યારે તમે નવા WiFi નેટવર્ક ને બનાવતા હોય તો, તમારે નેટવર્કનાં નામ ને સ્પષ્ટ કરવુ જ પડશે અને વાપરવા માટે ક્યો વાયરલેસ સુરક્ષા વર્ગ છે. નેટવર્ક વ્યવસ્થાપક પછી ad-hoc WiFi નોડ તરીકે કામ કરવા માટે વાયરલેસ પર સુયોજિત કરે છે કે જે બીજાઓ જોડાઇ શકે છે. રાઉટીંગ એ નવા નેટવર્ક અને પ્રાથમિક નેટવર્ક જોડાણ ની વચ્ચે સુયોજિત કરવામાં આવશે, અને DHCP એ નવા વહેંચાયેલ WiFi નેટવર્ક પર IP સરનામાંઓ ને સોંપવા દરમ્યાન વાપરેલ છે. DNS પ્રશ્ર્નો એ પણ અપસ્ટ્રીમ નામ સર્વરો પર પારદર્શક રીતે આગલ ધપાવેલ છે.

4.3. છાપી રહ્યા છીએ

છાપન વ્યવસ્થાપક (system-config-printer કે સિસ્ટમસંચાલનછાપન) વપરાશકર્તા ઈન્ટરફેસ એકાંતરે મૈત્રીભર્યું દેખાયું અને આધુનિક ડેસ્કટોપ કાર્યક્રમો સાથે એક રેખામાં વધુ દેખાય છે. system-config-printer કાર્યક્રમને હવેથી રુટ વપરાશકર્તા તરીકે ચલાવવાની જરૂર નથી.

બીજા બદલાવો સમાવ્યા છે:

  • રૂપરેખાંકન સાધન વિન્ડો વાપરવા માટે સહેલાઇથી બનાવી દેવામાં આવ્યુ છે. પ્રિન્ટર આઇકોન પર બે-ક્લિક કરવા દરમ્યાન ગુણધર્મો સંવાદ વિન્ડો ખૂલે છે. આ ડાબે પર પ્રિન્ટર નામો ની યાદી ને જૂની વર્તણૂક સાથે બદલે છે અને જમણે પર પસંદ થયેલ પ્રિન્ટર માટે ગુણધર્મો.

  • CUPS સત્તાધિકરણ સંવાદ એ બંધબેસતા વપરાશકર્તા ને પસંદ કરે છે અને તે મધ્યમ-ક્રિયા ને પરિવર્તિત કરવા માટે પરવાનગી આપે છે.

  • જ્યારે રૂપરેખાંકન સાધન ચાલી રહ્યુ છે, ત્યારે પ્રીન્ટરોની યાદી ગતિશીલ રીતે સુધારેલ છે.

  • ચોક્કસ પ્રિન્ટર માટે કતાર થયેલ બધી ક્રિયાઓ પ્રિન્ટરના ચિહ્ન પર જમણું ક્લિક કરીને જોઈ શકાય છે અને છાપન કતાર જુઓ પસંદ કરીને. ઘણાબધા પ્રિન્ટરો પર કતાર થયેલ ક્રિયાઓ જોવા માટે, જમણું-ક્લિક કરવા પહેલાં પ્રથમ જરૂરી પ્રિન્ટરો પસંદ કરો. બધી ક્રિયાઓ જોવા માટે, કોઈપણ પ્રિન્ટર નહિં પસંદ થયેલ હોય તે સાથે જમણું ક્લિક કરો.

  • ક્રિયા મોનીટરીંગ સાધન સંદેશો દર્શાવે છે જ્યારે ક્રિયા નિષ્ફળ જાય છે. સંદેશો સૂચવે છે કે પ્રિન્ટર સંદેશામાં બતાવ્યા પ્રમાણે અટકાવવામાં આવેલ છે. તપાસ બટન મુશ્કેલી-નિવારક શરૂ કરે છે.

  • ક્રિયા મોનીટરીંગ સાધન હવે પ્રોક્સી સત્તાધિકરણ કરે છે. જમા કરેલ ક્રિયા કે જેને CUPS બેકેન્ડ પર સત્તાધિકરણની જરૂર હોય તે હવે સત્તાધિકરણ સંવાદ દર્શાવે છે કે જેથી ક્રિયા આગળ વધી શકે.

  • છાપન પરિસ્થિતિ સંવાદ (GTK+ માટે) પ્રિન્ટરોની પરિસ્થિતિ વિશે વધુ અભિપ્રાય આપે છે. ઉદાહરણ તરીકે, પ્રિન્ટરો કે જેઓમાં કાગળ પૂરા થઈ ગયા હોય તેઓ તેમના ચિહ્ન પર ચેતવણીની નાની સંજ્ઞા બતાવે છે. અટકાવેલ પ્રિન્ટરો હવે સંજ્ઞા બતાવે છે, અને પ્રિન્ટરો કે જેઓ ક્રિયાઓ નકારી રહ્યા હોય તેઓ ઉપલબ્ધ નથી તેમ ભૂખરા-થઈ ગયેલ બતાવવામાં આવે છે.

4.4. પેકેજ નોંધો

નીચેનાં ભાગો સોફ્ટવેર પેકેજો નાં વિશે જાણકારી સમાવે છે કે જે Fedora 10 માટે મહત્વપૂર્ણ બદલાવો નીચે જાય છે. સરળતાથી પ્રવેશ માટે, તેઓ એજ જૂથો ની મદદથી સામાન્ય રીતે સંયોજિત કરેલ છે કે જે સ્થાપન સિસ્ટમમાં બતાવેલ છે.

4.4.1. GIMP

Fedora 10 એ GNU ઇમેજ મેનિપ્યુલેશન પ્રક્રિયાને આવૃત્તિ 2.6 માં સમાવે છે.

આ નવી આવૃત્તિ પાછળની આવૃત્તિઓ સુસંગત રાખે એ રીતે રચાયેલ છે, તેથી હાલના ત્રીજી-વ્યક્તિ પ્લગઈનો અને સ્ક્રિપ્ટો કામ કરવા માટે ચાલુ રહે - થોડી સાવધાનીઓ સાથે: સમાવિષ્ટ Script-Fu પદ્ધતિ ઈન્ટરપ્રીટર ચલ વ્યાખ્યાઓ આરંભિક કિંમત માટે હવે સ્વીકારતું નથી, કે જે ભાષા પ્રમાણો સાથે સુસંગત નથી. Fedora પેકેજોમાં સમાવવામાં આવેલ સ્ક્રિપ્ટોને આ સમસ્યા હોવી જોઈએ નહિં, પરંતુ જો તમે અન્ય સ્રોતોમાંથી સ્ક્રિપ્ટો વાપરો, તો મહેરબાની કરીને GIMP પ્રકાશન નોંધોનો વધુ વિગતો માટે અને જેમને આવી સમસ્યા હોય તેમને તમે કેવી રીતે સુધારી શકો તે માટે સંદર્ભ લો:

http://www.gimp.org/release-notes/gimp-2.6.html

વધુમાં, gimptool સ્ક્રિપ્ટ કે જે બિલ્ડ કરવા અને ત્રીજી વ્યક્તિ પ્લગઇનો ને સ્થાપિત કરવા માટે વાપરેલ છે અને સ્ક્રિપ્ટો gimp પેકેજમાંથી gimp-devel પેકેજમાં ખસેડી દેવામાં આવેલ છે. જો તમે gimptool વાપરવા ઇચ્છતા હોય તો આ પેકેજ ને સ્થાપિત કરો.

નીચેનાં કાયદાકીય જાણકારી Fedora માં કેટલાક સોફ્ટવેરને અસર કરે છે.

Portions Copyright © 2002-2007 Charlie Poole or Copyright © 2002-2004 James W. Newkirk, Michael C. Two, Alexei A. Vorontsov or Copyright © 2000-2002 Philip A. Craig

4.5. આંતરરાષ્ટ્રીય ભાષા આધાર

આ વિભાગ Fedora હેઠળ ભાષાના આધારની જાણકારી સમાવે છે.

  • Fedora ની Localization (અનુવાદ)Fedora Localization Project દ્દારા નિયામક થયેલ છે

  • Fedora I18n Project દ્દારા Fedora નું આંતરરાષ્ટ્રીય સંભાળેલ છે

4.5.1. ભાષા વિસ્તાર

Fedora વિવિધ સોફ્ટવેરના લક્ષણો આપે છે કે જે ઘણી બધી ભાષાઓમાં લખવામાં આવેલ છે. ભાષાઓની યાદી માટે Anaconda મોડ્યુલની પરિસ્થિતિનો સંદર્ભ લો, કે જે Fedora માં મૂળ સોફ્ટવેર કાર્યક્રમોમાંનો એક છે.

4.5.1.1. ભાષા આધાર સ્થાપન

Languages જૂથ માંથી વધારાની ભાષા અને langpacks સ્થાપિત કરવા માટે, આ આદેશને ચલાવો:

	su -c 'yum groupinstall
	  <language>-support'
      

ઉપરના આદેશમાં, <language> એ વાસ્તવિક ભાષાનું નામ છે, જેમ કે, assamese, bengali, chinese, અને એવી રીતે બીજા.

Fedora ની પહેલાંની આવૃત્તિઓમાંથી સુધારો કરી રહેલ SCIM વપરાશકર્તાઓ scim-bridge-gtk નું સ્થાપન કરવા માટે આગ્રહ કરવામાં આવેલ છે, કે જે libstdc++ ની જૂની આવૃત્તિઓ સાથે કડી થયેલ ત્રીજી-વ્યક્તિ C++ કાર્યક્રમો સાથે યોગ્ય રીતે કામ કરે છે.

4.5.1.2. Transifex

Transifex એ દૂરસ્થ અને અલગ આવૃત્તિ નિયંત્રણ સિસ્ટમો પર યજમાનિત થયેલ પ્રોજેક્ટો માટે ભાષાંતરો ફાળવવાની સેવા આપતું Fedora નું ઓનલાઈન સાધન છે. મૂળ પેકેજોમાંના મોટે ભાગના ફાળો આપનારાઓ પાસેથી ભાષાંતરો મેળવવા માટે Transifex નો ઉપયોગ કરે છે.

http://transifex.org/

નવા વેબ સાધનોની જોડણીની મદદથી (http://translate.fedoraproject.org), સમુદાયના વધારા, અને વધુ સારી પ્રક્રિયાઓથી, અનુવાદકો કોઈપણ અપસ્ટ્રીમ પ્રોજેક્ટમાં અનુવાદ-અનુલક્ષી વેબ ઈન્ટરફેસ મારફતે સીધું જ ફાળો આપી શકે છે. કોઈપણ જાતના ભાષાંતર સમુદાય સિવાયના પ્રોજેક્ટના વિકાસકર્તાઓ ભાષાંતરો માટે Fedora ની અધિષ્ઠાપિત સમુદાય સુધી સરળતાથી મદદ માટે પહોંચી શકે છે. જવાબમાં, અનુવાદકો Fedora સંબંધિત ઘણાબધા પ્રોજેક્ટો સુધી ભાષાંતરમાં ફાળો આપવા માટે સરળતાથી પહોંચી શકે છે.

https://translate.fedoraproject.org/submit

4.5.2. ફોન્ટો

મોટા ભાગની ભાષાઓ માટેના ફોન્ટ ડેસ્કટોપ પર મૂળભૂત રીતે સ્થાપિત થાય છે સારો મૂળભૂત ભાષાનો કવરેજ આપવા માટે.

4.5.2.1. Han યૂનિફિકેશન માટે મૂળભૂત ભાષા

જ્યારે GTK-આધારિત કાર્યક્રમોમાં એશિયાઈ લોકેલ નહિં વાપરી રહ્યા હોય, ત્યારે ચીની અક્ષરો (એટલે કે, ચીની Hanzi, જાપાની Kanji, કે પછી કોરીયાઈ Hanja) લખાણના આધારે ચીની, જાપાની, અને કોરીયાઈ ફોન્ટના મિશ્રણ સાથે રેન્ડર થશે. આ ત્યારે થશે જ્યારે Pango પાસે કઈ ભાષા વપરાઈ રહી છે તે જાણવા માટે પૂરતો સંદર્ભ નહિં હોય. વર્તમાન મૂળભૂત ફોન્ટ રૂપરેખાંકન ચીની ફોન્ટને પ્રાધાન્ય આપે એમ લાગે છે. જો તમે સામાન્ય રીતે જાપાની કે કોરીયાઈ વાપરવા માંગો, તો તમે PANGO_LANGUAGE પર્યાવરણીય ચલ સુયોજીત કરીને Pango ને તે વાપરવા માટે કહી શકો. ઉદાહરણ તરીકે...

	export PANGO_LANGUAGE=ja
      

... Pango રેન્ડરીંગને જાપાની લખાણ ધારવા માટે કહે છે જ્યારે તેને કોઈ જાતના સૂચનો નહિં હોય.

4.5.2.2. જાપાની

fonts-japanese પેકેજ japanese-bitmap-fonts થી પુન:નામ આપી દેવામાં આવ્યુ છે.

4.5.2.3. Khmer

ખ્મેર OS ફોન્ટ khmeros-fonts આ પ્રકાશનમાં ખ્મેર ભાષાના કવરેજ માટે Fedora માં ઉમેરાઈ ગયેલ છે.

4.5.2.4. કોરીયાઈ

un-core-fonts પેકેજો નવા Hangul મૂળભૂત ફોન્ટો તરીકે baekmuk-ttf-fonts બદલે છે.

4.5.2.5. બદલાવોની સંપૂર્ણ યાદી

બધા ફોન્ટોનાં બદલાવો તેનાં સમર્પિત થયેલ પાનાં પર યાદી થયેલ છે:

http://fedoraproject.org/wiki/Fonts_inclusion_history#F10

[Tip] Fedora Linux માં ફોન્ટો

ફોન્ટ SIG (http://fedoraproject.org/wiki/Fonts_SIG) એ Fedora Linux ફોન્ટની (http://fedoraproject.org/wiki/Fonts) સારી એવી સંભાળ રાખે છે. મહેરબાની કરીને આ ખાસ જૂથમાં જોડાવ જો તમે ફોન્ટ બનાવવામાં, સુધારવામાં, પેકેજ કરવામાં, કે ખાલી સૂચન કરવામાં ઈચ્છા ધરાવતા હોય. કોઈપણ મદદને આવકારવામાં આવશે.

http://fedoraproject.org/wiki/Joining_the_Fonts_SIG

http://fedoraproject.org/wiki/Fonts_and_text-related_creative_tasks

http://fedoraproject.org/wiki/Fonts_and_text_quality_assurance

http://fedoraproject.org/wiki/Fonts_packaging

http://fedoraproject.org/wiki/Font_wishlist

4.5.3. ઈનપુટ પદ્ધતિઓ

input-methods તરીકે ઓળખાતું નવું yum જૂથ છે અને ઘણી બધી ભાષાઓ માટે input methods મૂળભૂત રીતે સ્થાપિત થાય છે. આ મૂળભૂત ઈનપુટ પદ્ધતિ સિસ્ટમને ચાલુ કરવા માટે પરવાનગી આપે છે અને મોટા ભાગની ભાષાઓ માટે પ્રમાણભૂત ઈનપુટ પદ્ધતિઓ પાસે તુરંત જ ઉપલબ્ધ થાય છે. તે Fedora Live ને સુસંગત એવું સામાન્ય સ્થાપન પણ લઈ આવે છે.

4.5.3.1. im-chooser અને imsettings

રનટાઈમે ઈનપુટ પદ્ધતિનો વપરાશ શરૂ કરવાનું અને અટકાવવાનું હવે શક્ય છે જેના માટે imsettings ફ્રેમવર્કનો ધન્યવાદ. GTK_IM_MODULE પર્યાવરણીય ચલ હવેથી મૂળભૂત રીતે જરૂરી નથી પરંતુ તે હજુ પણ imsettings ને ફરીથી લખવા માટે વાપરી શકાશે.

ઇનપુટ પદ્દતિઓ ફક્ત એશિયન સ્થાનીય માં ચાલવા દરમ્યાન ડેસ્કટોપો પર મૂળભૂત દ્દારા શરૂ થાય છે. હાલની સ્થાનીય યાદી: as, bn, gu, hi, ja, kn, ko, ml, mr, ne, or, pa, si, ta, te, th, ur, vi, zh. તમારા ડેસ્કટોપ પર ઈનપુટ પદ્ધતિનો વપરાશ સક્રિય કે નિષ્ક્રિય કરવા માટે im-chooser ને સિસ્ટમ+પસંદગીઓ+વ્યક્તિગત+ઈનપુટ પદ્ધતિ માંથી વાપરો.

4.5.3.2. નવી ibus ઇનપુટ પદ્દતિ સિસ્ટમ

Fedora 10 એ ibus નો સમાવેશ કરે છે, નવી ઈનપુટ પદ્ધતિ સિસ્ટમ કે જે scim ની મર્યાદાઓમાંની અમુકનો ઉકેલ લાવવા માટે વિકસાવવામાં આવેલ છે. તે Fedora 11 માટે મૂળભૂત ઈનપુટ પદ્ધતિ સિસ્ટમ બની શકશે.

http://code.google.com/p/ibus

તે પહેલાથી જ ઘણી બધા ઈનપુટ પદ્ધતિ એંજીનો અને immodules પૂરા પાડે છે:

  • ibus-anthy (જાપાની)

  • ibus-chewing (પરંપરાગત ચીની)

  • ibus-gtk (GTK immodule)

  • ibus-hangul (કોરિઅન)

  • ibus-m17n (ઇન્ડિક અને ઘણીબધી બીજી ભાષાઓ)

  • ibus-pinyin (સરળ ચીની)

  • ibus-qt (Qt immodule)

  • ibus-table (ચીની, વગેરે)

અમે લોકોને ibus સ્થાપિત કરવા માટે પ્રોત્સાહિત કરીએ છીએ, તેને તેમની ભાષા માટે ચકાસો, અને કોઈપણ સમસ્યાઓ માટે અહેવાલ આપો.

4.5.4. ઇન્ડિક ઓનસ્ક્રીન કિબોર્ડ

Fedora 10 એ ભારતીય ભાષાઓ માટે iok, એક ઓનસ્ક્રીન વર્ચ્યુઅલ કીબોર્ડ, કે જે ઈનસ્ક્રિપ્ટ કીમેપ દેખાવો અને અન્ય 1:1 કી જોડણીઓની મદદથી ઈનપુટ કરવાની પરવાનગી આપે છે. વધુ જાણકારી માટે ઘરપાનાંનો સંદર્ભ લો:

https://fedorahosted.org/iok

4.5.5. ઇન્ડિક સરખામણી આધાર

Fedora 10 એ ભારતીય ભાષાઓ માટે ક્રમ ગોઠવણીનો સમાવેશ કરે છે. આ આધાર આ ભાષાઓમાં મેનુનો ક્રમ પણ સુધારે છે, તેમને ક્રમમાં ગોઠવીને અને તેને જરૂરી ઘટકો માટે સરળ બનાવીને.

આ આધાર દ્દારા આ ભાષાઓને આવરી લેવાયુ છે:

  • ગુજરાતી

  • હિન્દી

  • કન્નાડા

  • કાશમિરી

  • કોનકાની

  • મૈથિલી

  • મરાઠી

  • નેપાલી

  • પંજાબી

  • Sindhi

  • તેલુગુ